કહેવાય છે કે, લોભી હોય ત્યાં ધૂતારાં ભૂખે ન મરે. તેનું જીવતું જાગતું ઉદાહરણ ડૉક્ટર અશોક જાડેજા ઉર્ફે અશોક માતાએ પૂરું પાડ્યું. ગરીબના છોકરાને ભણાવવા એક ફૂડી કોડીની સહાય ન કરતાં સમાજસેવકો અને કહેવાતા ધાર્મિકો અશોક જાડેજાની 'વન ટૂ કા ફોર' જાળમાં ફસાઈ ગયા. પણ આ 'એક કા ચાર, એક કા ચાર' કરવાની કપટલીલામાં આટલી જંગી સફળતા મળશે તેની કલ્પના કદાચ અશોક મહાઠગને પણ નહીં હોય. તેને જેટલાં દિવસ જેલમાં રહેવું પડે તે દરમિયાન તેની પાસે 'વન ટુ કા ફોર કરો, ફટોફટ અબજોપતિ બનો' નામનું પુસ્તક લખવાની ઉત્તમ તક છે. તેને જો આ પુસ્તકના લેખન-સંપાદન અને પ્રકાશનમાં કોઈ મુશ્કેલી પડે તો?
Don't वोर्री. ગુજરાતી લેખકોની જમાતમાં 'અશોક માતા' તરીકે જાણીતો એક મહાઠગ થર્ડ ક્લાસ લેખક-પ્રકાશક આ કામમાં મદદ કરશે. તે અત્યારે નવરી બજાર છે. આ લેખકરૂપી મહાઠગે તેના એજન્ટો મારફતે પોતે બહુ કુશળ તંત્રી હોવાની છાપ ઊભી કરી હતી એટલે સ્વાભાવિક રીતે તે ફી પેટે બહુ ઊંચી રકમ માગશે. આમ પણ તેનું મોં અને પેટ બહુ મોટું છે. તે જમવા બેસે ત્યારે અકારાંતિયાની જેમ ખાય છે અને કોઇની પ્રશંસા કરે ત્યારે? જે વ્યક્તિના વખાણ થતાં હોય તેને આ લેખક પાસે ઘરનો ચોકીપહેરો કરાવવાનું મન થાય છે. અત્યારે આ લેખક મહાશય નવરી બજાર હોવાથી અશોક જાડેજા તેના ગળામાં પટ્ટો બાંધી શકશે. અને બદલામાં તેને શું આપવાનું રહેશે?
અશોક જાડેજાએ તેનું પુસ્તક સંપાદિત કરવા બદલ આ મહાઠગના 'જેલના અનુભવો' નામનું પુસ્તક પ્રકાશિત કરવાનો ખર્ચ ઉઠાવવો પડશે। એટલે મેનેજમેન્ટના પુસ્તકો વાંચી ઝડપથી કરોડપતિ બની જવા માંગતા ગુજરાતના 'સી' ગ્રેડના વાંચકોને બમણો ફાયદો થશે. પહેલો ફાયદો, અશોક જાડેજાના 'વન ટુ કા ફોર કરો, ફટોફટ અબજોપતિ બનો' પુસ્તક સાથે 'જેલના અનુભવો' પુસ્તકો બિલકુલ ફ્રી મળશે. બીજા ફાયદો, વન ટૂ ફોર કરવાની ચાવી સાથે પોલીસની મહેમાનગતિ કેવી રીતે માણવી અને જેલમાં અન્ય કેદીઓ સાથે કેવી રીતે વર્તન કરવું તેની પણ જાણકારી મળશે.
ચલતે-ચલતેઃ ગુજરાત સંત-મહાત્માની ભૂમિમાંથી ધર્મના નામે છેતરપિંડી કરતાં ઠગ-ધૂતારાની ભૂમિમાં પરિવર્તિત થઈ રહી છે.
1 comment:
કેયુરભાઈ, પત્રકાર હંમેશા મર્દ હોય છે. તમારી ફૌલાદી કલમ પર મુસ્તાક રહો ...શું કામ તેનું નામ લેતા ડરો છો ? બ્લોગના મથાળે ફોટો તો તમે સિંહ નો મુક્યો છે અને એક મામુલી લોમડી થી ગભરાવ છો ? ગુજરાતી લેખકોની જમાતમાં 'અશોક માતા' તરીકે જાણીતો એક મહાઠગ થર્ડ ક્લાસ લેખક-પ્રકાશક
" વિચારધારા " વાળો સૌરભ શાહ છે. એમ ખોઁખારીને બોલોને યાર ..
આપના લખાણોનો ચાહક ,
- અહમ મિક
Post a Comment