Monday, March 30, 2009

માનવહ્રદયમાં સચ્ચાઈ કેમ પ્રગટાવવી ?


પ્રશાંત નિલયમમાં એક સુંદર ગીત ગવાય છે જે સચ્ચાઈ દ્વારા વૈશ્વિક શાંતિ વિકસાવી શકાય છે તેની વાત કરે છે:

જ્યારે હ્રદયમાં સચ્ચાઈ હોય છે,
ત્યારે ચારિત્ર્યમાં સૌંદર્ય પ્રગટે છે.
જ્યારે ચારિત્ર્યમાં સૌંદર્ય હોય છે,
ત્યારે ઘરમાં સંવાદિતા પ્રગટે છે.

જ્યારે ઘરમાં સંવાદિતા હોય છે,
ત્યારે રાષ્ટ્રમાં વ્યવસ્થા પ્રગટે છે.

જ્યારે રાષ્ટ્રમાં વ્યવસ્થા સ્થપાય છે,
ત્યારે વિશ્વમાં શાંતિ આવે છે.

અહીં આપણને હ્રદય, ચારિત્ર્ય, રાષ્ટ્ર અને વિશ્વ વચ્ચે અદભૂત સંવાદિતાનાં દર્શન થાય છે। માનવહ્રદયમાં સચ્ચાઈ કેમ પ્રગટાવવી ? આ જ માનવસર્જનનો હેતુ છે.

આપણામાંના મોટા ભાગના સ્વ સાથે, સમાજ સાથે અને વિશ્વ સાથે સંઘર્ષમય જીવતા હોવાના કારણે એક ભારે વિચિત્ર અને સંકુલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છીએ। દરેક ક્ષણે આપણા મનમાં કઈ દિશામાં જવું તે બાબતે સંઘર્ષ જન્મે છે. જ્યારે દ્વંદ્વ જન્મે ત્યારે આપણે પરમ શક્તિ પાસેથી સચ્ચાઈના માર્ગે જવાનું ડહાપણ માગવું જોઇએ.

આપણે સમાજનાં બધાં પાસાંઓમાં સચ્ચાઈ ઊભી કરવાની છે। સમગ્ર સમાજ સચ્ચાઈવાળો બને તે માટે આપણે કુટુંબમાં, શિક્ષણમાં, વ્યવસાયમાં, કારકિર્દીમાં, ધંધા અને ઉદ્યોગમાં, જાહેર વહીવટમાં, રાજનીતિમાં, સરકારમાં, કાયદો અને વ્યવસ્થામાં તથા ન્યાયમાં, સચ્ચાઈ ઊભી કરવાની છે.

અગનપંખઃ નૈતિક મૂલ્યોનું યોગ્ય શિક્ષણ સમાજ અને દેશને પ્રગતિને પંથે લઈ જશે

No comments: