Wednesday, March 25, 2009

એન્ડ ધ વિનર ઇઝ....




સાચો જવાબઃ પ્રતિમા લાલબહાદુર શાસ્ત્રીની છે અને તે કાંકરિયા તળાવની પાળ પર સ્થિત છે.
વિજેતાઃસપના વ્યાસ

સમયમર્યાદા પૂર્ણ અને ઇનામની જાહેરાતનો સમય આવી ગયો। બે સારા આશય સાથે આ ઇનામી સ્પર્ધા રાખવામાં આવી હતી. એક, પ્રામાણિક વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની યાદ તાજી કરવા અને બે, જ્ઞાનની પરબ સમાન પુસ્તકો વિશે લોકોમાં રસ વધારવા. આ સ્પર્ધા રાખવા વિશે આર આર શેઠના ચિંતનભાઈને વાત કરી ત્યારે તેમણે સહર્ષ વધાવી લીધી હતી.

આ સ્પર્ધા રાખી ત્યારે દરેક બાબતને વ્યાવસાયિકતાના ત્રાજવે તોલતાં અને નકારાત્મક અભિગમ ધરાવતા લોકોએ બ્લોગમાં હિટ અને આર આર શેઠના ગ્રાહકોની સંખ્યા વધારવા માટેની વ્યૂહરચના કહી હતી। આર આર શેઠ કંપનીને ગ્રાહકોની સંખ્યા વધારવા માટે મારા બ્લોગની મદદ લેવાની કોઈ જરૂર નથી. ગુજરાતમાં પુસ્તકોનું સારામાં સારું માર્કેટિંગ કરવા અને પુસ્તકોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા બદલ આર આર શેઠ પ્રકાશનને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેનું એક જ ઉદાહરણ આપું. આર આર શેઠે ત્રણેક વર્ષ પહેલાં સુધા મૂર્તિના અનુવાદિત પુસ્તકો પ્રકાશિત કર્યાં છે જેની અત્યાર સુધીમાં 80,000થી વધારે નકલનું વેચાણ થયું છે. ઉત્તમ પ્રકાશનોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આર આર શેઠ કંપનીની કુશળતા ગુજરાતી સહિત રાષ્ટ્રીય પ્રકાશકોમાં જાણીતી છે.

મને પુસ્તકોના પ્રચારપ્રસારનો શોખ છે અને લાલબહાદુર શાસ્ત્રી પ્રત્યે અત્યંત આદર છે। શાસ્ત્રીજીનું તાશ્કંદમાં અવસાન થયું તે પછી તેમના પત્ની લલિતા દેવીને વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છોડીને ભાડાના મકાનમાં રહેવા જવું પડ્યું હતું. શાસ્ત્રીજી પાસે પ્રામાણિકતાની મૂડી હતી. આપણી યુવાન પેઢીના વ્યવહારુ લોકોને આવી પ્રામાણિકતાની વાતો બિલકુલ પસંદ નથી. સત્તા પર હોય ત્યારે થોડુંઘણું તો ઘર માટે ભેગું કરવું જ જોઇએ. આવી વાતો તો સહજતાથી સંભળાય છે ત્યારે શહીદ ભગતસિંહ જે દેશ માટે બલિદાન આપી ગયા તે દેશમાં જ રહીએ છીએ એવો વિશ્વાસ જ બેસતો નથી. અત્યારના રાજકારણીઓ તો ભાડાના મકાનમાં રહેતાં હોય ત્યારે વિધાનસભા કે સંસદમાં પ્રવેશે છે અને પ્રજાના રૂપિયે તાગડધિન્ના કરી રાજા-મહારાજાના મહેલ કરતાં પણ ચડિયાતા બંગલા બનાવી તેમની સાત નહીં સિત્તેર પેઢીનું ભેગું ન કરે ત્યાં સુધી આ દુનિયાને રામરામ પણ કરતાં નથી.

શાસ્ત્રીજીની યાદ ગણ્યાંગાઠ્યાં લોકોમાં પણ તાજી થાય તેવો આશય આ સ્પર્ધા પાછળ હતો. બાકી સ્પર્ધાને વ્યાવસાયિક રંગ આપવો હોત તો કોઈ જાણીતી અભિનેત્રીનો જ ફોટો મૂકી તેનું નામ જણાવવાનું કહી દેત.
આ સ્પર્ધાનો સાચો કે ખોટો જવાબ આપનાર તમામ લોકોનો આભાર માનીએ છીએ. કુલ 78 જવાબ પ્રાપ્ત થયા હતા. તેમાંથી માત્ર બેના જવાબ સંપૂર્ણ સાચા છે. એક છે ઇકોનોમિક ટાઇમ્સના સીનિયર રીપોર્ટર હિમાંશુ દરજી અને બીજા એક બહેન દિવ્ય ભાસ્કરમાં કાર્યરત યુવાન પત્રકાર સપના વ્યાસ. 25 જવાબ અડધા સાચા મળ્યાં હતા. જે લોકોએ અડધા જવાબ સાચા આપ્યાં છે તે બધાએ લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમા હોવાનું જણાવ્યું હતું, પરંતુ તે ક્યાં સ્થિત છે તે વિશે જણાવી શક્યા નહોતા. જે લોકોના જવાબ સાચા નથી તેમનાં મોટાભાગના લોકોએ પ્રતિમા ઇન્દુલાલ યાજ્ઞિકની હોવાનું જણાવ્યું હતું.

No comments: