Sunday, March 15, 2009

અનિલ અંબાણીની રૂ. 50,000 કરોડની ટેલીકોમ ગોલમાલ


જે સરકાર સત્તામાં હોય તેને ખિસ્સામાં રાખવાનો પ્રયાસ અંબાણી પરિવાર કરે છે. એનડીએની સરકાર વખતે ઉચ્ચ રાજકીય વર્તુળોમાં એવી મજાક થતી કે, સરકારનું બજેટ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઉચ્ચ અધિકારીઓ બનાવે છે. નાણા મંત્રી તો તેના પર મંજૂરીની મહોર જ લગાવે છે. દાવ લગાવવા અને તે દાવનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવામાં ધીરુભાઈ અંબાણી અને તેમના બંને પુત્રો-મુકેશ અને અનિલ અંબાણી નંબર વન છે. પોતાના સોદા છૂપાવવા માટે તેમણે નાણાકીય જગતમાં કંપનીઓની માયાજાળ બનાવી છે જેથી કાયદાની પકડમાં આવ્યાં વિના રાજકારણીઓ સાથે સાંઠગાંઠ કરીને અઢળક સંપત્તિનું સર્જન થઈ શકે.

આપણે એક એવા ટેલીકોમ લાઇસન્સ કૌભાંડની વાત કરીશું જેના કારણે સરકારી તિજોરીને રૂ। 50,000 કરોડનો ચૂન્નો લાગ્યો છે. આ ગોલમાલના મુખ્ય પાત્રો અનિલ અંબાણી, તેમની લિસ્ટેડ કંપની રિલાયન્સ કમ્યુનિકેશન, સ્વાન ટેલીકોમ પ્રાઇવેટ લિમિટેડ અને તેમની માલિકની કંપની ટાઇગર ટ્રસ્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને ટેલીકોમ મંત્રી એ રાજા છે. આવો આ ગોટાળાનો ખેલ જોઇએઃ

સ્ટેપઃ1
અનિલ અંબાણીને જે રાજ્યોમાં જીએસએમ લાઇસન્સ મળ્યાં નહોતા ત્યાં તેઓ આ લાઇસન્સ મેળવવા માગતા હતા। આ માટે તેમણે વર્ષ 2006માં અરજી કરી હતી. અહીં વિચારવા જેવી વાત એ છે કે, ટેલીકોમ વિભાગે તે સમયે જીએસએમ લાઇસન્સ ફાળવવા માટે ટેન્ડર મંગાવ્યાં નહોતા. આ અરજી પર કેન્દ્ર સરકારે બહુ ધ્યાન આપ્યું નહોતું, કારણ કે કોંગ્રેસ સંચાલિત યુપીએ સરકાર અને ઉત્તર પ્રદેશની સમાજવાદી પક્ષની તત્કાલિન સરકાર વચ્ચે બાપા માર્યા વેર હતા અને અનિલ અંકલ સમાજવાદી પક્ષના પબ્લિક રીલેશન ઓફિસર અમર સિંહની નજીક ગણાતા હતા. એટલે અનિલ અંકલે એક નવો રસ્તો અપનાવ્યો.

સ્ટેપઃ2
અનિલ અંબાણી જાણતા હતા કે રિલાયન્સ કમ્યુનિકેશનના નામે સરકાર જીએસએમ લાઇસન્સ આપશે નહીં। એટલે તેમણે એક નવી કંપની સ્વાન ટેલીકોમ પ્રાઇવેટ લિમિટેડની રચના કરી અને તેના નામે અરજી કરી. આ વખતે પણ દરેક ટેલીકોમ સર્કલમાં અગાઉથી કાર્યરત ટેલીકોમ કંપનીઓ સિવાય અન્ય કંપનીઓને લાઇસન્સ આપવા વિશે કોઈ નિયમ નહોતો. આ કંપનીએ લાઇસન્સ મેળવવા અરજીઓ પણ તે જ સર્કલ માટે કરી જ્યાં રિલાયન્સ કમ્યુનિકેશનની પાસે જીએમએમ લાઇસન્સ નહોતાં. આ અરજીઓ માર્ચ, 2007માં કરવામાં આવી હતી.

સ્વાન ટેલીકોમમાં 90 ટકા ભંડોળ પબ્લિક લિસ્ટેડ રિલાયન્સ કમ્યુનિકેશન પેટાકંપનીમાંથી આવતું હતું, પણ 91 ટકા શેર અનિલ અંબાણીની અંગત માલિકની કંપની પાસે હતા। સ્વાન ટેલીકોમ પ્રાઇવેટ લિમિટેડમાં બે કંપનીઓની માલિકી હતી. રિલાયન્સ કમ્યુનિકેશન પાસે 9 ટકા શેર હતા જ્યારે ટાઇગર ટ્રસ્ટી પ્રાઇવેટ લિમિટેડ પાસે 91 ટકા શેર હતા. ટાઇગર ટ્રસ્ટી પ્રાઇવેટ લિમિટેડ પાસે સ્વાન ટેલીકોમના 50 ટકા કરતાં વધારે શેર હોવાથી તે નિયંત્રક કંપની હતી. ઉલ્લેખનીય છે કે, ટાઇગર ટ્રસ્ટી પ્રાઇવેટ લિમિટેડ અનિલ અંબાણીની વ્યક્તિગત માલિકીની કંપની હતી.

અનિલ અંબાણીએ નાણાકીય વર્ષ 2006-07માં રિલાયન્સ કમ્યુનિકેશનના માધ્યમથી સ્વાન ટેલીકોમ પ્રાઇવેટ નરીમાન લિમિટેડમાં 1002 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું। કોઈ ટેલીકોમ કંપની અન્ય કોઈ ટેલીકોમ કંપનીમાં 10 ટકાથી વધુ રોકાણ ન કરી શકે તે નિયમ અંતગર્ત આ 1002 કરોડ રૂપિયામાંથી 10.79 કરોડ રૂપિયાનું રોકાણ સામાન્ય ઇક્વિટી શેરો સ્વરૂપે થયું હતું. બાકીના 992 કરોડ રૂપિયાનું રોકાણ રિડીમેબલ પ્રેફરન્સ શેરો સ્વરૂપે થયું હતું. આ શેરોનું અંકિત મૂલ્ય એક રૂપિયા હતું જેના પર પ્રીમિયમ સ્વરૂપે 999 રૂપિયા ચૂકવવામાં આવ્યાં હતા. જેનું મૂલ્ય એક રૂપિયા હોય તે માટે 1000 રૂપિયા કેમ ચૂકવવામાં આવ્યાં ?

99।21 કરોડની બાકીની ઇક્વિટીનું રોકાણ નિયંત્રક કંપની ટાઇગર ટ્રસ્ટ પ્રાઇવેટ લિમિટેડે કર્યું હતું, જેનું નિયંત્રણ અને મેનેજમેન્ટ એડીએજી સમૂહની કંપનીના પ્રતિનિધિઓના હાથમાં હતું. આ રીતે 90 ટકા રોકાણ પબ્લિક લિસ્ટેડ કંપની રિલાયન્સ કમ્યુનિકેશને કર્યું જ્યારે 90 ટકાથી વધારે શેર અનિલ અંબાણીની અંગત કંપની ટાઇગર ટ્રસ્ટી પ્રાઇવેટ લિમિટેડ પાસે હતા.

સ્ટેપઃ3
ટેલીકોમ વિભાગે 24 સપ્ટેમ્બર, 2007ના રોજ નવા લાઇસન્સ માટે 'વહેલાં તે પહેલાં'ના આધારે ટેન્ડર મંગાવ્યા। ટેન્ડર પ્રક્રિયા ગણ્યાંગાઠ્યાં લોકો અને કંપનીઓ પૂરતી મર્યાદિત રાખવા માટે જ 'વહેલાં તે પહેલાં'ની નીતિ અપનાવવામાં આવી હતી. ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર જાહેર કરવામાં આવી. તે પછી સમગ્ર દેશ માટે લગભગ રૂ. 1,600 કરોડના લાઇસન્સ ફાળવવામાં આવ્યાં, જ્યારે તેનું બજાર મૂલ્ય રૂ. 10,000 કરોડ હતું. એટલે સરકારે પોતાની પસંદગીની કંપનીઓને ઓછા કિંમતે લાઇસન્સ પધરાવી દીધા. જો મહત્તમ બજાર મૂલ્ય અને લાઇસન્સની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે તો તેનાથી સરકારી તિજોરીને 50,000 કરોડનું નુકસાન થયુ હતું.

સ્ટેપઃ4
ટેન્ડર ભરવાની અંતિમ તારીખના બરોબર એક દિવસ પછી એટલે કે 1 ઓક્ટોબર, 2007ના રોજ સ્વાન ટેલીકોમ પ્રાઇવેટ લિમિટેડની સાથેસાથે તેની નિયંત્રક કંપની ટાઇગર ટ્રસ્ટી પ્રાઇવેટ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એડીએજી ગ્રૂપના પ્રતિનિધિઓના સ્થાને રાજકારણીઓના ખાસ વિશ્વાસુ માણસો આવી ગયા। જોકે સોદો 18 ઓક્ટોબર, 2007ના રોજ થયો. તે જ દિવસે રિલાયન્સ કમ્યુનિકેશને 2006માં કરેલી અરજીઓ પર નિર્ણય લેવાયો. તેને જીએસએમ લાઇસન્સ આપી દેવાયા જેથી સ્વાન ટેલીકોમના નામે તેણે કરેલી અરજીઓની કોઈ જરૂર જ ન રહે.

તે જ દિવસે એડીએજીએ ટાઇગર ટ્રસ્ટી પ્રાઇવેટ લિમિટેડના માધ્યમથી સ્વાન ટેલીકોમ પ્રાઇવેટ લિમિટેડમાંથી પોતાનું નિયંત્રણ હટાવી લીધું। સ્વાન ટેલીકોમ પ્રાઇવેટ લિમિટેડના 90 ટકા હિસ્સા પર ટાઇગર ટ્રસ્ટીની માલિકી હતી. સ્વાને લાઇસન્સ મેળવવા અરજી કરી હતી એટલે સ્વાભાવિક રીતે તેને જ ટેલીકોમ લાઇસન્સ મળવાના હતા. અનિલ અંબાણીએ ટાઇગર ટ્રસ્ટી પ્રાઇવેટ લિમિટેડ પરની માલિકી માત્ર 4.99 કરોડમાં છોડી દીધી અને તે સોદો ત્યારે કર્યો જ્યારે ટાઇગર ટ્રસ્ટીની જેના પર માલિકી હતી તે સ્વાન ટેલીકોમની મૂડી અને અનામત ભંડોળ 1100 કરોડ રૂપિયા હતું. જે કંપની પાસે રૂ. 1,100 કરોડનું ભંડોળ હતું તેની માલિકી અનિલ અંબાણીએ માત્ર 4.99 કરોડમાં કેમ છોડી દીધી?

જે હાસ્યાસ્પદ રીતે લાઇસન્સ આપવામાં આવ્યાં હતા તે જ રીતે વહેલાં તે પહેલાંના ધોરણે સ્વાન ટેલીકોમનું હસ્તાંતરણ થઈ ગયું। વિચારવા જેવી વાત એ છે કે દિલ્હી હાઈ કોર્ટે વહેલાં તે પહેલાંના ધોરણે લાઇસન્સ નહીં ફાળવવાની સ્પષ્ટતા કરી દીધી હતી.

વિચારોઃ
(1) સ્વાન ટેલીકોમની માલિકી અને મેનેજમેન્ટ બદલાયું તેમ છતાં રિલાયન્સ કમ્યુનિકેશને તેમાં કરેલું રોકાણ તેના ખાતામાં જ દેખાતું હતું। તો પછી માલિકી હસ્તાંતરણની કોઈ માહિતી કે કોઈ આંકડા બેલેન્સ શીટમાં કેમ દેખાડવામાં આવ્યાં નહીં?

(2) રિલાયન્સને 18 ઓક્ટોબર, 2007ના રોજ લાઇસન્સ આપી દેવાયા પછી સ્વાન ટેલીકોમની અરજીઓનો કોઈ અર્થ નહોતો। તેમ છતાં તેને 10 જાન્યુઆરી, 2008ના રોજ 1,300 કરોડ રૂપિયામાં લાઇસન્સ કેમ ફાળવવામાં આવ્યાં?

(3) રિલાયન્સ કમ્યુનિકેશને સ્વાન ટેલીકોમમાં કરેલું રોકાણ મોરેશિયસની કંપની ડેલ્ફી ઇન્વેસ્ટમેન્ટને શા માટે હસ્તાંતરિત કરી દેવાયું?

(4) રિલાયન્સ કમ્યુનિકેશને સ્વાન ટેલીકોમના ફંડમાં 90 ટકા રોકાણ કર્યું હતું તો તેના સામાન્ય શેરધારકોને બદલામાં કેમ કંઈ ન મળ્યું?

(5) લાઇસન્સ મળે તે પહેલાં જ કંપનીમાં ટ્રેડિંગની મંજૂરી કેમ આપવામાં આવી?

No comments: