'આવરા..પાગલ..દિવાના' ટીવી ન્યૂઝ ચેનલના એડિટર-ઇન-ચીફ મનુ માણેકચંદે ચૂંટણીની સીઝન આવતાં જ અપ્પુ એન્કર અને પપ્પુ પત્રકારને સાબદાં કરી દીધા. ચૂંટણીલક્ષી કામગીરીનો મોટાભાગનો હવાલો પાન-બીડી-માવા-તમાકુની મસ્તી સાથે અપ્પુ-પપ્પુ જ સંભાળતા હતા. બહુચર્ચિત ઉમા ભારતી પ્રકરણમાં અપ્પુ એન્કર અને પપ્પુ પત્રકાર વચ્ચે થયેલું એન્કરિંગ અને રીપોર્ટિંગ અહીં રજૂ કરવામાં આવ્યું છેઃ
અપ્પુઃ હસો, હસો, હસો, હસતે રહો! હાસ્યની ઋતુ પૂરબહારમાં ખીલી છે। લોકસભાની ચૂંટણી આવતાં જ દરેક રાજકીય પક્ષ જનતા જનાર્દનને ખડખડાટ હસાવવા મેદાનો પડ્યો છે. ચંદ્રાબાબુ નાયડુ કહે છે કે તેઓ વડાપ્રધાન બનવા માગતા નથી. લાલુ કહે છે કે, ભોગવિલાસ, સોરી રામવિલાસ પાસવાન તો તેમના ભાઈ જેવા છે તો ખામોશ શત્રુઘ્ન કહે છે કે, સત્તા તો સેવા કરવાનું માધ્યમ છે, મેવા ખાવાનું નહીં.
ફૂલોના એકાદ મણ જેટલાં વજનના મોટામોટા હાર અલગ-અલગ પક્ષના 'ઘંટ' પોતાના ગળામાં ધારણ કરી પાગલોના ટોળા વચ્ચે ઘૂમી રહ્યાં છે। દરેક મોટો ઘંટ અને ઘંટડી વડાપ્રધાન બનવા જુદાં જુદાં મંદિરમાં ઘંટ વગાડી રહ્યાં છે અને તેમને મંદિરમાં આવતાં જોઈ મૂર્તિઓ પણ છૂપાઈ જવાના રસ્તા શોધી રહી છે.
ઉમા ભારતીએ આજે જે વિધાનો કર્યા છે તે સાંભળીને ભાજપના કાર્યકરોના મોંમાંથી માત્ર એક શબ્દ 'ઓ મા' નીકળતો હતો। આ વિશે વિશેષ માહિતી આપી રહ્યાં છે અમારા વિદ્વાન રાજકીય પત્રકાર પપ્પુ. હા, પપ્પુ તમે તમારે જે બોલવું હોય તે બોલો. આખો દેશ હવે આપણા પરમ પૂજ્ય બાપૂનો બગીચો છે.
પપ્પુઃ ભારતીય જનશક્તિ પક્ષના સુપ્રીમો ઉમા ભારતીએ ગઇકાલે જે નિવેદનો કર્યા તે સાંભળી આખા દેશમાં હાસ્યનું મોજું ફરી વળ્યું છે। ઉમા ભારતીએ ગઈકાલે કહ્યું હતું કે, ''રાજનાથ સિંહ મારા ભાઈ સમાન છે અને આડવાણીજી મારા પિતાતુલ્ય છે.'' હંસો, હંસો, હંસો. યે લોગ હર પાંચ સાલ મેં એકબાર આપ કો દિલ ખોલ કે હસને કા મોકા દેતે હૈ....
અપ્પુઃ પપ્પુ પ્યારે, તેનાથી ભાજપને શું ફાયદો થશે?
પપ્પુઃ ગાંડો થઈ ગયો છે? ઉમાને આજકાલ હસગુલ્લાં કાર્યક્રમોમાં આમંત્રણ મળી રહ્યાં છે। મફતમાં લોકોને ખડખડાટ હસાવવા માટે તેઓ જાણીતા થઈ ગયા છે. તને ખબર છે, ઉમાજીના આ નિવેદનથી ભાજપના કાર્યકરોમાં કેવી લાગણી પ્રવર્તે છે?
અપ્પુઃ કેવી માય ડીઅર?
પપ્પુઃ પહેલી વાત તો તું મને ડીઅર ન કહે। આમ પણ તારા અને મારાં સંબંધને લઇને લોકો ગંદી ગંદી વાતો કરે છે.
અપ્પુઃ સોરી, પપ્પુ॥મૂળ વાત કર...
પપ્પુઃ પહેલાં ઉમાએ વિરોધ કરીને 'ઓ મા' કરાવી દીધું અને હવે સાથ આપીને નાની યાદ કરાવવા માગે છે તેવી લાગણી ભાજપના કાર્યકર્તાઓમાં પ્રવર્તી રહી છે। અપ્પુ, મારી પાછળ ધ્યાન રાખતો રહેજે, ઉમાજી કે તેમના ચેલા આવી ન જાય. નહીં તો પાછળ બરોબર ધોકા પડશે.
અપ્પુઃ હું અહીં બેઠો છું. તું ચિંતા ન કર. ઉમા ભારતીએ એમ પણ કહ્યું છે કે, આ દેશમાં વડાપ્રધાન બનવા
એકમાત્ર યોગ્ય નેતા આડવાણી છે।
પપ્પુઃ અપ્પુ, તે વાતને લઈને આડવાણીજીના પત્ની પણ મોંમાં સાડીનો પાલવ ખોસી હસતાં હતા અને તેમની સામે જોઈ આડવાણીજી બે હાથ મસળતાં હતા તેવી માહિતી તેમના ઘરમાં કામ કરતી વસંતીએ આપી છે। વસંતીએ પણ કહ્યું હતું કે, મને લાગ છે ઉમાબોનનું છટકી ગયું છે.
અપ્પુઃ ભાજપ પ્રમુખ રાજનાથ સિંહનું શું કહેવું છે?
પપ્પુઃ ભાજપ પ્રમુખ રાજનાથ સિંહને શંકા ગઈ છે કે, ઉમા વિરોધ કરીને નુકસાન ન કરી શકી એટલે હવે સાથે રહીને તો અમારા બધાનો ખેલ પાડવા માગતી હશે. ઉમા ભારતીના વિધાનોની કોઈ વિશ્વસનિયતા રહી નથી એટલે તેમના વિધાનો ફાયદો કરવાને બદલે પક્ષને નુકસાન કરે તેવી શક્યતા વધારે છે. અપ્પુ..
અપ્પુઃ દર્શક મિત્રો, ઉમા ભારતીએ જેટલીને પણ રાજનાથ સિંહ સાથેના વિવાદનો અંત લાવી આડવાણીના હાથ મજબૂત કરવાની સલાહ આપી છે॥
પપ્પુઃ અપ્પુ, જ્યારે પત્રકાર પરિષદમાં ઉમાજીએ આ વાત કરી ત્યારે બધા પત્રકારોમાં સન્નાટો છવાઈ ગયો હતો। પછી થોડી ક્ષણોમાં તેઓ મૂળ માનસિક અવસ્થામાં પાછાં ફરતાં જ હાસ્યનો હાહાકાર ફેલાઈ ગયો હતો.
અપ્પુઃ પત્રકારોનું હાસ્ય સાંભળી ઉમાજી નારાજ થયા હતા॥
પપ્પુઃ અપ્પુ, તે તો સ્વાભાવિક રીતે થાય જ। તેમણે કહ્યું હતું કે, મારા વિધાનોમાં હસવાં જેવું કશું નથી. ઘર હોય તો વાસણ ખખડે અને ફરી ભેગા પણ થઈ જાય.
અપ્પુઃ પણ પપ્પુ, તારે કહેવું તો જોઇને કે રાજકીય પક્ષો કોઇનું ઘર નથી। તેમના માથે દેશનો વહીવટ કરવાની જવાબદારી હોય છે. આ દેશ કોઈની અંગત જાગીર કે ઘર નથી...
પપ્પુઃ અપ્પુ, ઉમાજીને કહેવાનો કોઈ મતલબ નથી। તેમને એક વાર કંઈ કરવાની ધૂન સવાર થઈ જાય પછી પાછું વળીને જોવામાં માનતા નથી. ચાહે મામલો ગોવિંદનો હોય કે લાલજીનો હોય....
અચાનક પપ્પુના માથામાં ટાપલીને બદલે જોરથી ટાપલો પડ્યો। કેમેરામેન દવેજી બોલ્યાં, પપ્પુ પ્યારે ભાગો તમારી પાછળ ઉમાજી છે. પપ્પુએ પાછું જોયું ત્યાં તો ઉમાજીએ દેવાવાળી કરી॥ઉમાજીના મોંમાથી શબ્દ સરકતાં હતા..ગોવિંદ..લાલજી..ધૂની...આજ તારી નાની યાદ કરાવું છું...
અપ્પુઃ જુઓ, જુઓ॥દર્શકમિત્રો અમારા વિદ્વાન પત્રકાર પપ્પુને સાચું બોલવાની ઉમાજી કેવી સજા આપી રહ્યાં છે। અમારા પત્રકારને ઉમાજી અને તેમના કાર્યકરો ઢોરમાર મારી રહ્યાં છે. દવેજી, કેમેરો એવી રાખો જેથી દર્શકો વધુ સ્પષ્ટતાથી પપ્પુ પત્રકારનો માર પડતો જોઈ શકે. તમે વચ્ચે ન પડતાં. તમે માય ડીયર પપ્પુને પડતા મારનું રેકોર્ડિંગ કરી નાંખો. આપણે આવતીકાલે ઇન્મકટેક્સ પાસે બાપુના પૂતળાં પાસે વિરોધ પ્રદર્શન કરીશું અને ઉમાજીની હાય હાય બોલાવીશું.
દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક વિરામનો. ક્યાંય જતાં નહીં. થોડા જ સમયમાં વિશેષ કાર્યક્રમ 'પપ્પુ પત્રકારને માર' સાથે પાછાં ફરીશું.

No comments:
Post a Comment