કયારેક સારાં વિચારો આવે છે તો ક્યારેક હસવું આવે તેવા વિચારો આવે છે. આપણે આપણી જાતનું અવલોકન કરતાં રહીએ અને કોઈક વાર ભૂલેચૂકે આજુબાજુ નજર દોડી જાય તો નવાં નવાં વિચારો ઉદભવે છે. તેમાંથી કેટલાંક વિચારોઃ
- જે સમાજમાં શિક્ષણ અને શિક્ષકોની ગુણવત્તા કથળે છે તેનું નૈતિક અધઃપતન થાય છે
- જે દેશનો યુવાન દિશાહીન થઈ જાય તેનું ભવિષ્ય અંધકારમય બની જાય છે
- ચારિત્ર્ય મૂડી છે પણ તેને જાળવવાની ક્ષમતા બહુ ઓછી વ્યક્તિ પાસે હોય છે
- જો તમે કંઈ બોલતાં પહેલાં વિચાર નહીં કરો તો બોલ્યાં પછી વધારે વિચાર કરવો પડશે
- કર્મ કરતાં પહેલાં વિચાર કરવો સારો, કારણ કે તે પછી તેના પરિણામ પર જ વિચાર કરવો પડે છે
- દુનિયામાં સૌથી વધારે સરળ કામ કયું? બીજા લોકોના કામ પર નજર રાખવાનું અને તેને પ્રોત્સાહન આપવાને બદલે ઇર્ષાની આગમાં બળી તેની નિંદા કરવાનું
- દુનિયામાં સૌથી વધારે અઘરું કામ કયું? પોતાના કાર્ય અને સ્વભાવનું અવલોકન કરી તેમાં રહેલી ભૂલોને સુધારવાનું
- બીજાના ચારિત્ર્યનું અવલોકન કરવાનું બધાને ગમે છે, પણ કોઈ પોતાના ચારિત્ર્યનું અવલોકન કરે તો મોટાભાગના લોકોના સાયલન્સર ફાટી જાય છે
- મોટાભાગની યુવતીઓને જગતની સુંદર અને આકર્ષક સ્ત્રી હોવાનો વહેમ હોય છે. કેટલીક યુવતીઓ પ્રામાણિકપણે પોતાના આ વહેમથી વાકેફ હોય છે અને તેને પોષે છે જ્યારે કેટલીક યુવતીઓ તો એટલી ભોળી હોય છે કે તેને તેના આ સુંદર વહેમની જાણ હોતી જ નથી
No comments:
Post a Comment