IMMORTAL AT 200
કોઈ પણ મનોરંજક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાની મજા અનેરી હોય છે....ઇતિહાસ સર્જાતો હોય ત્યારે રોમાંચ, વિસ્મય, લાગણીની ચડ-ઊતર અનુભવાય છે...ઇતિહાસ સર્જાયા પછી દિલ ફાડીને બહાર આવતો આનંદનો મહાસાગર...આવી જ એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી હું, તમે અને જગતભરના ક્રિકેટપ્રેમીઓ બન્યાં...વન-ડે ક્રિકેટના ચાર દાયકાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ ક્રિકેટરે 200 રન ફટકારવાનું એવરેસ્ટ સર કર્યું......અખબારી આલમના માણસ તરીકે ઇંતેજારી હતી કે આજે અખબારો આ વિક્રમને કઈ રીતે વધાવશે....ઊઠીને તરત જ મનપસંદ અખબારોની સાઇટ પર સર્ફિંગ કર્યું અને તેમના ઇ-પેપર પરથી આ વિક્રમી સમાચારની જાણકારી મેળવી....જે તમારી સમક્ષ રજૂ કરું છું...
પહેલી તસવીર જાણીતા અંગ્રેજી અખબાર 'ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ની છે, જેનું હેડિંગ હતું- IMMORTAL AT 200....પંજાબના જાણીતા હિંદી અખબાર 'પંજાબ કેસરી'ની છે....બીજી તસવીર કોલકત્તાના જાણીતા અંગ્રેજી અખબાર 'ધ ટેલીગ્રાફ' અને પાંચમી તસવીર દેશના જાણીતા અંગ્રેજી દૈનિક 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની છે.....
ગુજરાતના જાણીતા અખબારોની હેડલાઇન્સ-
ગુજરાત સમાચારઃ વન-ડેમાં વર્લ્ડ રેકોર્ડઃ સચિનના 200 રન
સંદેશઃ સચિન સુપિરિયર, વન-ડેમાં 200 રનનો વર્લ્ડ રેકર્ડ
દિવ્ય ભાસ્કરઃ ક્રિકેટનો બાદશાહ, સચિનનો એક વધુ વિક્રમ
અકિલાઃ વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં સચિન તેંડુલકરનો ડંકો, પ્રથમ બેવડી સદી
સંદેશઃ સચિન સુપિરિયર, વન-ડેમાં 200 રનનો વર્લ્ડ રેકર્ડ
દિવ્ય ભાસ્કરઃ ક્રિકેટનો બાદશાહ, સચિનનો એક વધુ વિક્રમ
અકિલાઃ વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં સચિન તેંડુલકરનો ડંકો, પ્રથમ બેવડી સદી
સચિન ટેસ્ટ ક્રિકેટમાં 450 રનનો અને વન-ડે ક્રિકેટમાં 250 રનનો વિશ્વવિક્રમ સ્થાપિત કરે તેવી ઇચ્છા ભારતના મહાન ક્રિકેટર સુનિલ ગાવસ્કરે વ્યક્ત કરી છે. અનેક લોકોએ સચિનને શુભેચ્છા વ્યક્ત કરી છે, પણ સૌથી સારી ટીપ્પણી જાણીતા ક્રિકેટ વિવેચક પીટર રોબોકે વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે, ''સચિન બેટિંગ કરતો હોય ત્યારે તમારો કોઈ પણ ગુનો ઇશ્વર માફ કરી દે છે, કારણ કે તે પોતે પણ સચિનની બેટિંગની મજા માણતો હોય છે..''
No comments:
Post a Comment