Wednesday, March 10, 2010

હિંદુ કોણ?


હું કોઈ ઇતિહાસવેત્તા નથી. ઝાઝા પાંડિત્યનો અથવા ભારે વિદ્વત્તાનો મારો દાવો નથી. પરંતુ હિંદુ ધર્મ વિશેના એકાદ પ્રમાણભૂત ગ્રંથમાં મેં વાંચ્યું છે કે હિંદુ શબ્દ વેદમાં મળતો નથી મહાન સિંકદરે હિંદ પર ચઢાઈ કરી ત્યારે સિંધુ નદીની પૂર્વમાં આવેલા દેશમાં વસતા લોકોને હિંદુ કહીને ઓળખવામાં આવતા હતા.

તમે સૌ જાણો છો કે હિંદુ ધર્મ સૌથી વધારે સહિષ્ણુ ધર્મ છે. જુલમથી ત્રાસીને ભાગી છૂટેલા પ્રાચીન ખ્રિસ્તીઓને તેણે આશ્રય આપ્યો હતો. બની-ઈઝરાયેલના અનુયાયી યહૂદીઓને પણ તેણે આશરો દીધો હતો અને ઈરાનથી એવા જ જુલમથી ત્રાસીને ભાગી નીકળેલા પારસીઓને પણ તેણે જ સંઘર્યા હતા. આવો જ ધર્મ પોતાની વ્યવસ્થામાં સર્વને સમાવી લેવાને હંમેશા તત્પર છે અને અને જે ધર્મ સહિષ્ણુતાની હંમેશ હિમાયત કરતો આવ્યો છે તે હિંદુ ધર્મના અનુયાયી હોવામાં મને ગૌરવનો અનુભવ થાય છે. આર્ય વિદ્વાનો પોતે જેને વૈદિક ધર્મ કહીને ઓળખાવે છે તેને વરેલા છે અને હિંદુસ્તાનનું આર્યાવર્ત છે એમ આગ્રહપૂર્વક જણાવે છે. એવી વિદ્વત્તાની અથવા એવો આગ્રહ રાખવાની મને જરાયે આકાંક્ષા નથી. મારી કલ્પનાનું હિંદુસ્તાન મારે માટે પૂરતું છે અને તે નામથી મને પૂરતું સમાધાન છે.

હું પોતાને સનાતની હિંદુ કહેવડાવું છું, કારણ કે હું વેદો, ઉપનિષદો, પુરાણોને અને ધર્મસુધારક સંતોની વાણીને માનું છું. હિંદુ સમાન મને સનાતની હિંદુ તરીકે સ્વીકારે ત્યાં સુધી હું પોતાને સનાતની હિંદુ કહું છું. વહેવારની ભાષામાં કહીએ તો જે ઇશ્વરને, આત્માના અમરત્વને, પુનર્જન્મને, કર્મના નિયમને અને મોક્ષને માને છે, જે નિત્ય વ્યવહારમાં સત્ય અને અહિંસાનું આચરણ કરે છે અને તેથી વિશાળ અર્થમાં ગોરક્ષા કરે છે, અને જે વર્ણાશ્રમ વ્યવસ્થા અનુસાર કર્મ કરે છે, તે હિંદુ છે.

જો મને કોઈ હિંદુ ધર્મની વ્યાખ્યા આપવાનું કહે તો હું એટલો જ જવાબ આપું કે હિંદુ ધર્મ એટલે અહિંસક સાધનો દ્વારા સત્યની શોધ. કોઈ માણસ ઈશ્વરને ન પણ માનતો હોય છતાં તે પોતાની જાતને હિંદુ કહેવડાવી શકે છે. મક્કમપણે સત્યની ખોજ કર્યા જ કરવી એનું નામ હિંદુ ધર્મ.

ગાંધીગંગાઃ સૂર્ય તપે ત્યાં સુધી હિંદુ ધર્મ જીવતો રહેશે. એક જ દુહામાં તુલસીદાસે હિંદુ ધર્મનો નિચોડ આપી દીધો છે કે 'દયા ધર્મકો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છોડીએ જબ લગે ઘટમેં પ્રાન.'

3 comments:

vkvora Atheist Rationalist said...

સતી થવાનો રીવાજ અને વીધવાઓ ફરીથી લગ્ન ન કરી શકે એટલે સમજવું હીન્દુ ધર્મ.

મહીલાઓ ઉપર વધુમાં વધુ અત્યાચારો હીન્દુ ધર્મમાં થાય છે.

ઈસ્લામમાં તો ચાર પત્ની સુધી ધર્મમાં ઉલ્લેખ છે જો કે ભારતના ઈસ્લામી શાસકોને આ નીયમ લાગતો ન હતો.

ભારતમાં એક હીન્દુ પતી મરવાથી ૧૦૦-૨૦૦ સ્ત્રીઓ એકી સાથે વીધવા બની જતી એવા ઘણાં દાખલા છે.

Unknown said...

VKVORA2001 tame khub j murkh vyakti hoy tevu lage 6e...kem ke tame coin ni ek j side juvo 6o...

kumarshala said...

tame kharekhar sachi vat kari chhe.