સર્વોચ્ચ પ્રકારની સ્વતંત્રતામાં ભારેમાં ભારે પ્રમાણમાં શિસ્ત અને નમ્રતા હોય છે. શિસ્ત અને નમ્રતા દ્વારા મળેલી સ્વતંત્રતાનો કોઈ ઈન્કાર કરી શકે નહીં. નિરંકુશ સ્વચ્છંતા એ પોતાને અને પોતાના પડોશીઓને નુકસાન કરનાર અસભ્યતાની નિશાની છે.- મહાત્મા ગાંધી, યંગ ઇન્ડિયા, 3-6-23, પૃષ્ઠ 203
અધિકાર અને ફરજ એક જ સિક્કાની બે બાજુ છે. અધિકારનો ઉપયોગ કરવો હોય તો ફરજનું ભાન હોવું જોઈએ. અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર પણ તેમાંથી બાકાત નથી. તમે તમારા વિચારોને અભિવ્યક્ત કરો છો ત્યારે તેનાથી સમાજમાં દ્વૈષભાવ ન ફેલાય, આંતરકલહ ન થાય તેનો સવિશેષ ખ્યાલ રાખવો જોઈએ. આપણા કોઈ વિચારની અભિવ્યક્તિથી સમાજમાં વેરઝેર વધતું હોય તો આપણી ફરજ શું છે? આપણને ખબર ન પડતી હોય ત્યારે આપણે કોઈ પણ ધર્મના નેક બંદાને પૂછીએ તો તે પ્રેમથી કહેશે કે ભાઈ, તારા વિચારવાયુથી સમાજમાં આંતરકલહ વધતો હોય અને નિર્દોષ માણસોને ભોગ બનવું પડતું હોય તો તેના પર બ્રેક માર ને.
અહીં મેં તમારી સમક્ષ હુસૈનની કારીગરીના કેટલાંક નમૂના રજૂ કર્યાં છે. આ નમૂના મને મિત્રોએ મોકલ્યાં છે.
આ નમૂનામાં દુર્ગા માતાને વાઘ સાથે, માતા લક્ષ્મીને નગ્ન અવસ્થામાં ગણેશજી સાથે કેવી રીતે ચિતરવામાં આવ્યાં છે તે જુઓ. માતા સરસ્વતીને નગ્ન સ્થિતિમાં વીણા વગાડતાં દેખાડવામાં આવ્યાં છે. પાર્વતી દેવીને નગ્ન ચિતરવામાં આવ્યાં છે. આ ચિત્રોનું વર્ણન કરતાં પણ શરમ આવે તે રીતે હિંદુ દેવીદેવતાઓ પરના પોતાના વિચારોને હુસૈને રજૂ કર્યાં છે. હવે જુઓ મિયા હુસૈને પયગંબરની દિકરી ફાતિમા, જેને તેમણે દોઢ વર્ષની વયે ગુમાવી દીધા છે તે માતા, મધર ટેરેસા, પોતાની પુત્રી અને મુસ્લિમ મહિલા પર તેમણે તેમના વિચારોની અભિવ્યક્તિ કેટલી શિષ્ટતા અને શાલીનતા સાથે કરી છે....બુદ્ધિશાળી લોકોની સમજણ પણ કેટલી ગણતરીવાળી હોય છે!
મિત્રો, કથિત બુદ્ધિજીવીઓ આપણા અનેક પ્રાચીન મંદિરોમાં મિથુન શિલ્પો અને અનેક સંપ્રદાયના સ્થાપકોની નગ્ન પ્રતિમાઓ હોવાની વાત કરશે. પણ દોસ્તો, નગ્નતા અને અશ્લીતતા વચ્ચે ફરક છે. આપણે ત્યાં નગ્નતા પવિત્ર છે. તે મોટા ભાગે ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલી છે અને નગ્ન રહેતાં લોકોને પણ આપણે મોટા ભાગે નાગા નહીં પણ દિગંબર કહીએ છીએ. નગ્નતા શરમજનક, અસભ્ય કે ચિતરી ચડે તેવી ન હોય. તેમાં કોઈ સંપ્રદાય, ધર્મ કે સમાજને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નુકસાન પહોંચાડવાની ભાવના ન હોય. જ્યારે અશ્લીતતા એટલે બોલતા, સાંભળતા કે જોતાં શરમ આવે તેવી અભિવ્યક્તિ. તેનાથી સમાજમાં અંતરકલહ વધે છે, દ્વૈષ વધે છે, વેરઝેર વધે છે. ભારતીય સંસ્કૃતિમાં તમને નગ્નતા જોવા મળશે, કામરસનું દર્શન કરાવતાં મિથુન શિલ્પો જોવા મળશે પણ તેમાં અશ્લીતતા નથી.
દોસ્તો, હવે તમારે જ નક્કી કરવાનું છે કે હુસૈને હિંદુ દેવી-દેવતાઓના જે ચિત્રો દોર્યા તે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે કે પછી સ્વચ્છંદતા? તેમાં તમને નગ્નતા દેખાય છે કે અશ્લીતતા? ભારતીય પ્રાચીન મિથુન શિલ્પોમાં પવિત્રતા છે પણ શું હુસૈનના ચિત્રોમાં તમને પવિત્રતાનો અહેસાસ થાય છે? તેમાં તમને સુવિચાર દેખાય છે કે વિકૃતિના દર્શન થાય છે?
ચલતે-ચલતેઃ કોમનસેન્સ ઇસ નોટ કોમન અર્થાત્ સામાન્ય બુદ્ધિ કે સમજણ ખરેખર સામાન્ય હોતી નથી-આલ્બર્ટ આઇન્સ્ટાઇન.
3 comments:
કેયુરભાઈ, આ તો સ્યુડો-સેક્યુલારીસમ નું વરવું સ્વરૂપ છે....જો આવા જ ચિત્રો હિંદુ કલાકારે મુસ્લિમ પયગંબર માટે દોર્ય હોત તો ખબર પડી દેત આ કોંગ્રેસ સરકાર...સારું થયું ભારતમાંથી એક નક્કામો માણસ ઓછો થયો....આમપણ એ પુરા ભારત વર્ષ માટે કલંક હતો
કહેવાતા બુધ્ધિજીવીઓને કોણ સમજાવે કે "માં" ને "બાપની બૈરી" ન કહેવાય!
આવા હજારો અને લાખો અને કરોડોની સંખ્યામાં હુશેનો હિંદુસ્તાનમાં વસે છે..એક હુશેનના જવાથી ગંદકીની લિલાસ ઓછી નથી થવાની....
Post a Comment