Monday, December 15, 2008

ગુજરાતી પત્રકારો અને સાહિત્યકારોઃ એક ચહેરે પે કંઈ ચહેરે લગા લેતે હૈ લોગ..

જ્યારે માણસ શક્તિશાળી દેખાતો હોય ત્યારે તેના નામના ગરબા ગાવાં અને તે નબળો પડે ત્યારે તેના પર માછલાં ધોવા તે દુનિયાનો નિયમ છે. આપણા પત્રકાર મિત્રો અને સાહિત્યકારો પણ છેવટે આ જ દુનિયાના માણસો છે ને! તેમાં પણ ગુજરાતી પત્રકારો અને સાહિત્યકારોની વાત જ શું કરવી! છેવટે આપણે ગણતરીબાજ અને વેપારી પૂર્વજોના સંતોનો છીએ ને. છેલ્લાં થોડા દિવસોથી 'સંદેશ'માં જગપ્રસિદ્ધ કટારલેખક, માનનીય મુરબ્બી, વિદ્વાનશિરોમણી શ્રીમાન સૌરભ શાહની કોલમ 'મારા જેલના સંભારણા' (ખરેખર તો આ કોલમનું નામ 'મારી પાછળ પડેલા ડંડાના સંભારણા' હોવું જોઇએ) શરૂ થઈ છે. આજે જ્યારે આ વાત લખી રહ્યો છું ત્યારે મને ખબર નથી કે તેનો બીજો હપ્તો પ્રસિદ્ધ થયો છે કે નહીં, કારણ કે હું 'સંસ્કાર' નામની પૂર્તિથી દૂર જ રહું છું. અસંસ્કારી છું ને! પણ આ વાતને લઇને આપણા વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી કટારલેખકોમાં ચર્ચા જરૂર જામી છે.
તેઓ અત્યારે સૌરભ શાહનાં ઐતિહાસિક પરાક્રમોની વાતો કરીને સમાજના પ્રહરી હોવાની સાથેસાથે અત્યંત નીડર અને નિર્ભીક પત્રકાર-લેખક તરીકે પોતાને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ સૌરભ શાહે ગુજરાતી વાચકોની લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની છડી પોકારી રહ્યાં છે. વાહ વાહ! જ્યારે માણસ છેતરપિંડી કરતો હોય અને સત્તાના કેન્દ્ર સમાન 'મૂર્ખના સરદારો'ની નજીક હોવાનો ડોળ કરતો હોય ત્યારે જરા પણ જોખમ ન લઇને તેના પર પ્રશંસાના પુષ્પો વરસાવવા આપણા મોટાભાગના જાણીતા કટારલેખકો અને પોતાને સાહિત્યશિરોમણી સમાન ગણતા સાહિત્યકારોની આદત છે. મને યાદ છે જ્યારે સૌરભ શાહ 'વિચારધારા'ના લવાજમ ઉઘરાવવા ગુજરાતના જાણીતા શહેરોમાં પોતાના કાર્યક્રમો યોજતા હતા ત્યારે મંચની શોભા અનેક પત્રકારો અને લેખકોએ વધારી હતી. તેમણે 'હિંદુત્વના હાર્દ' હોવાનો દેખાડો કરતાં શ્રીમાન શાહના બે પગ વચ્ચે ઝૂલાં ઝૂલવામાં બાકી રાખ્યું નહોતું. મુખ્યમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી અને લોકોમાં રામનામરૂપી સત્યનો દીપ પ્રગટાવનાર 'પપૂ' મોરારિ બાપૂના નામે હજારો ગ્રાહકોની છેતરપિંડી થઈ રહી હતી ત્યારે આ જ કલમના સિપાહીઓ સૌરભ શાહના 'અતિથી દેવો ભવઃ'ની ભાવનાની મજા લૂંટતા હતા.
અને હવે?
અત્યારે સૌરભ શાહ જેલની લટાર મારી આવ્યા અને તેઓ ખરેખર પોતાનું સાપ્તાહિક કોઈ સંજોગોમાં શરૂ નહીં કરે તેવા સંજોગો જણાય છે ત્યારે તેમની વિરૂદ્ધ કલમના સિપાહીઓ સફાળા જાગ્યાં છે. તેઓ હવે ગુજરાતની સાહિત્યરસિક પ્રજા છેતરાઈ ગઈ હોવાની શાણપણભરી વાતો કરી તેમના હિતેચ્છુ બનવા દોડી રહ્યાં છે. મને ખબર છે કે તેઓ હવે એમ કહેશે કે તમે સૌરભ શાહની સાથે શું કરતાં હતાં?
ચોક્કસ, હું વિચારધારામાં પત્રકાર તરીકે જોડાયો હતો, પણ મેં જાગતા સૂ સૂ કર્યું નથી. હું સૌરભ શાહના ઇતિહાસ વિશે વાકેફ નહોતો નહીં તો ક્યારેય તેમની સાથે જોડાવાની ભૂલ ન કરી હોત. મને પ્રામાણિક ઇરાદા ધરાવતા અને ખોટ સહન કરતાં માણસો પસંદ છે, પણ બદઇરાદા ધરાવતા સ્વાર્થી 'બિગબુલ' પસંદ નથી. મને કઇંક ખોટું થઈ રહ્યાં હોવાની ગંધ 'વિચારાધારા છેતરપિંડી અભિયાન' શરૂ થયું તેના ત્રણથી ચાર મહિનામાં જ આવી ગઈ હતી. તે સમયે મેં, જિતેન્દ્ર પટેલ (જેમને તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે) અને કિશોર મકવાણાએ તરત જ લવાજમની ઉઘરાણી પર બ્રેક મારી દીધી હતી. જો કોઈ લવાજમ ભરવા આવે તો તેને ઘસીને ના પાડી દેતાં હતા અને જ્યારે અંક પ્રસિદ્ધ થાય ત્યારે તેને સ્ટોલ પરથી લેવાની સલાહ આપતાં હતા. સુરેન્દ્રનગરમાં વિચારધારાના કાર્યક્રમ પછી મને મારા મિત્રો અને સંબંધીઓ તરફથી લવાજમ પેટે અડધો લાખ રૂપિયા મળ્યાં હતા, પણ મેં તે જમા જ કરાવ્યા નહોતા. મને તો ખ્યાલ આવી ગયો હતો કે, નિયમિત અંક બહાર પડવાના જ નથી. પહેલો અંક આવ્યો તે પછી તરત જ વિચારધારા પખવાડિક થઈ ગયું અને પછી સીધું માસિક. પછી તો મને જ યાદ નથી કે તેના અંક આવ્યા કે નહીં. પણ સૌથી વધુ દુઃખની વાત એ છે કે, નિયમિત સાપ્તાહિક બહાર પડતું નહોતું તે પછી પણ ગુજરાતના જાણીતા કટારલેખકોએ સૌરભા શાહે યોજેલા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. વાહ, સમાજના ગણતરીબાજ પ્રહરીઓ, વાહ! સૌરભ શાહના દુઃસાહસના સાક્ષી રહેલા અને અત્યારે તેમની હાંસી ઉડાવતા લોકો તે સમયે વિચારાધારામાં જોડાવા તેમને મળવા આવતા હતા. 'પપૂ' મોરારિ બાપૂએ પણ આ સાપ્તાહિક નિયમિતપણે બહાર પડતું નહોતું તેમ છતાં તેનું બીજી વખત કર્ણાવતી ક્લબમાં વિમોચન કર્યું હતું અને જાણે-અજાણે તે છેતરપિંડી અભિયાનને આગળ વધાર્યું હતું.
ખરેખર તો અત્યારે શ્રીમાન સૌરભ શાહની ટીકા કરવાનો કોઈ મતલબ નથી. જ્યારે ચોર ખાતર પાડવા આવવાનો હોય તેની જાણ હોય છતાં તમે આંખ આડા કાન કરો (એટલું જ નહીં ચોરના બે પગ વચ્ચે ધૂપદીવા કરો) અને ચોર પકડાઈ જાય પછી તેના પર ટપલીદાવ કરો તેનો કોઈ અર્થ નથી. ખરેખર તો ચોર કરતાં પણ તેને છાવરનારા વધુ ગુનેહગાર છે.

4 comments:

Nimesh Khakhariya said...

its a realy an eye opening article written by keyur and its a reality of our gujarati journalism. We all know Saurabh Shah lost his IZZAT and he is not even shamful for his act, which is very much shameful for our CM and Morari bapu. whatever gujarati journalist doing but YE PUBLIC HE VO SAB JANTI HE

Unknown said...

read your firebrand article...

ભગીરથસિંહ જાડેજા. said...

vah kayur bhai bahu sarasa

me mara mitro ne pan tamara blog ni link mookli chhe

keep it up

mygujarat said...

It feels that the entire article is written with the ink made of acid dear, and why not, I alongwith other friends have witnessed what you have gone through during that period you spent with Shri Saurabh Shah for his VICHARDHARA. Let me tell you, It is an eternal truth. It keeps on happening every time and again. People like Shree Saurabh Shah always get support from people like Shree Narendra Modi and Shree PARAM PUJYA MORARI BAPU. So its time for PEOPLE LIKE US TO UNDERSTAND AND ACCEPT THE WAY IT IS. Lets not burn our blood on this.
ONE BIG CREDIT I WOULD LIKE TO GIVE TO SHREE SAURABH SHAH THAT HE IS THE ONE AND ONLY PERSON IN THE UNIVERSE (ACCORDING TO MY KNOWLEDGE) WHO HAS BEEN ABLE TO USE SHREE NARENDRA MODI, WHO HAS BEEN ABLE TO DERIVE BENEFITS FROM SHREE NARENDRA MODI WITHOUT RETURNING ANY FAVOUR TO HIM. BRAVO, BRAVO.....