Sunday, December 28, 2008

'Byte-hungry' Media

છેલ્લાં કેટલાંક વખતથી પ્રસાર માધ્યમો (મીડિયા) હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચનની ટીકાનું કેન્દ્ર બની રહ્યાં છે પણ હવે બચ્ચન બ્રિગેડમાં મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા એક પોલીસ અધિકારીના વિધવા પણ સામેલ થયા છે। અને તેમની વેદના મિ. સીનિયર બચ્ચનની પીડા જેટલી જ વાજબી છે. મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મહારાષ્ટ્ર આતંકવાદવિરોધી ટુકડી (એટીએસ)ના વડા હેમંત કરકરેના પત્ની કવિતા કરકરેએ પ્રસાર માધ્યમોની સંવદેનશીલતા પર પ્રશ્ન ઊભો કરી દીધો છે.

ગંગાસ્વરૂપ કવિતા કરકરેએ પ્રસાર માધ્યમોને 'byte-hungry' ગણાવ્યાં છે। તેમણે ડીએનએ સન્ડેમાં રીપોર્ટર શ્રદ્ધા જહાગિરદાર-સક્સેનાને આપેલી મુલાકાતમાં પોતાની પીડા વ્યક્ત કરતાં કહ્યું છે કે, ''It is extremely sad that while he was giving the last agni to his father, Akash (Akash-Hemant and kavita's son), who has not even completed 18 years, was being asked questions by 'byte-hungry' media about how he felt!'' એક 18 વર્ષથી ઓછી ઉંમરનું સંતાન પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરતું હોય ત્યારે તે કેવી પીડા અનુભવી રહ્યો છે તેવો પ્રશ્ન, માય ફૂટ! આ દુનિયા કેટલી સ્વાર્થી અને કઠોર છે તેનો ખ્યાલ આકાશ કરકરેને કદાચ તેના પિતાના અંતિમ સંસ્કાર સમયે જ આવી ગયો હશે.

સત્ય ખરેખર કડવું છે, પણ આપણે સ્વીકારવું જ પડશે। ન્યૂસ ચેનલ્સ વચ્ચેની ગળાકાપ સ્પર્ધાએ પ્રસાર માધ્યમોને હાંસીપાત્ર બનાવવામાં કંઈ બાકી રાખ્યું નથી. સારી-નરસી કોઈ પણ બાબત હોય ત્યારે તેની સાથે જોડાયેલા ચહેરાઓને ન્યૂસ ચેનલ્સના પત્રકારો અને પત્રકારિણીઓ હરીફરીને એક જ વાત પૂછે છે, 'તમને કેવું લાગે છે? કે તમને અત્યારે કેવી લાગણી અનુભવી રહ્યાં છો?'

ત્રણેક વર્ષ પહેલાં અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં ભાઈકાકા હોલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્ર 'સાધના'નો એક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે 'ગુજરાતની ઘેલી જનતાના નાથ' શ્રીમાન નરેન્દ્ર મોદી હતા. તેમણે અહીં ન્યૂઝચેનલ્સના પત્રકારોની 'byte-hungry' માનસિકતાને ઉઘાડી કરતી એક સરસ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ''આઇસી-814ના અપહરણમાં માર્યા ગયેલા યુવાન રૂપેન કત્યાલનો મૃતદેહ તેમના ઘેર પહોંચ્યો ત્યારે ન્યૂસ ચેનલ્સના પત્રકારો અને પત્રકારિણીઓએ રૂપેનની દાદીમાને 'તમે કેવી લાગણી અનુભવી રહ્યાં છો?' તેવો પ્રશ્ન પૂછતાં હતા. હજુ જેની પૌત્રવધુના હાથમાં લગ્નની મહેંદીનો રંગ જરાં પણ ઝાંખો પડ્યો નથી તે દાદીના કાળજા પર જવાનજોધ પૌત્રના મૃત્યુનો કેવો ઘા થશે તેની પીડા દરેક સામાન્ય માણસ અનુભવી શકતો હોય ત્યારે આ ડંડાધારીઓ (ન્યૂસ ચેનલ્સના પત્રકારો) તેમને કેવું લાગે છે તેવું પૂછતાં હતા...''

જોકે કાયમ કોંગ્રેસ, યુપીએ સરકાર અને પત્રકારોને નિશાન બનાવતા મોદીકાકા પોતે કવિતા કરકરેના નિશાન બન્યાં છે। માલેગાંવ વિસ્ફોટમાં હેમંત કરકરેની આકરી ટીકા કરનાર ભાજપ પર અપ્રત્યક્ષ રીતે નિશાન સાધતા તેમણે કહ્યું છે કે, ''He was criticised a lot for that. But the very peple who villified him them are the one who are praising him now.'' કરકરે શહીદ થયા પછી દેશના બીજા કોઈ પણ રાજકારણી પોતાની પહેલાં પહોંચી પબ્લિસિટી મેળવી ન લે તેની લ્હાયમાં આતંકવાદીઓને પાર પાડવાનું ઓપરેશન ચાલતું હતું તે દરમિયાન જ નરેન્દ્ર મોદીએ મુંબઈ ભણી દોટ મૂકી હતી.

રાજકારણીઓની આવી જ દોટને કારણે પ્રજા અત્યારે હાંફી ગઈ છે, નિરાશ થઈ ગઈ છે, નિરાધાર થઈ ગઈ છે. અને આ કારણે જ કવિતા કરકરે નિઃસહાયમાં હાલતમાં પૂછે છે કે, ''Who is taking responsibility for Hemant's death?'

1 comment:

divyesh said...

its true. media should behave properly