Thursday, December 25, 2008

'ભારતીય ન્યૂટન' શ્રીનિવાસ રામાનુજન


એટીએમ મશીનોમાં ચલણી નોટો નંબરોને અનેક રીતે વિભાજીત કરતા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સિદ્ધાંતની ભેટ એક મહાન ભારતીય વૈજ્ઞાનિકે આપી છે. શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન જેવા ફુલ્લી ફાલતું લોકોને પોતાના હીરો માનતી વર્તમાન ભારતીય પેઢી તો તેમના નામથી પણ કદાચ અજાણ હશે.
ભારતમાં લગભગ ભૂલાઈ ગયેલા વૈજ્ઞાનિકનું નામ છે શ્રીનિવાસ રામાનુજન. તેમને અત્યારે આખી દુનિયા સલામ કરે છે. પ્રતિભામાં મહાન વૈજ્ઞાનિક ન્યૂટનની સમકક્ષ ગણાતી આ વિશ્વવિભૂતિનો જન્મ 22 ડિસેમ્બર, 1887ના રોજ તમિળનાડુના ઇરોડ શહેરમાં થયો હતો. ઇતિહાસને લગતાં ભારતીય પુસ્તકોમાં તેમના જીવનકવન વિશે થોડીઘણી માહિતી મળે છે. તેમનુ જીવન કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયના ક્રિકેટપ્રેમી ગણિતશાસ્ત્રી જી એચ હાર્ડી સાથે અભિન્ન સ્વરૂપે જોડાયેલું રહ્યું. ગણિતને સંગીત અને ચિત્રકામ કરતાં પણ મોટી કળા માનતા હાર્ડીએ જ રામાનુજનની પ્રતિભાને ઓળખી હતી અને તેને વિકસવા જરૂરી ફલક પૂરું પાડ્યું હતું. હાર્ડીના પ્રયાસોને કારણે જ રામાનુજન કેમ્બ્રિજ પહોંચી ગયા અને ત્યાંની ફેલોશિપ મેળવી.
યુનિવર્સિટી ઓફ માનચેસ્ટરના પ્રોફેસર જ્યોર્જ બી. જોસેફ કહે છે કે, ''રામાનુજનને થ્યોરિટિકલ ફિઝિક્સના ક્ષેત્રમાં સૌથી ક્રાંતિકારી સિદ્ધાંતોમાંના એકની રજૂઆત કરવાનો શ્રેય આપી શકાય છે. આ સિદ્ધાંત એટલે 'ધ સુપરસ્ટ્રિંગ ઓફ કોસ્મોલોજી.' વ્યવહારિક સ્વરૂપે કહીએ તો આ નંબરોને અનેક રીતે વિભાજીત કરવાનો સિદ્ધાંત છે જેનો અત્યારે એટીએમ મશીનોમાં પણ ઉપયોગ થાય છે. આ સિદ્ધાંતની મદદથી જ તેમાં ચલણી નોટોને વિભાજીત કરીને વ્યવસ્થિત કરવામાં આવે છે.''
ભારતની આ વિશ્વવિભૂતી પર 'તહલકા' હિંદી પાક્ષિક પર લંડનમાં રહેતા સ્વતંત્ર પત્રકાર અને લેખક સલિલ ત્રિપાઠીનો એક સરસ લેખ પ્રસિદ્ધ થયો છે, જેની લિંક મૂકી છે. http://www.tehelka.com/story_main34.asp?filename=hub271007ACLERK.asp

No comments: