Sunday, November 7, 2010

સચિન મહાન કે બ્રેડમેન?

દોસ્તો....

સચિન અને બ્રેડમેનમાંથી કોણ વધારે મહાન બેટ્સમેન? પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઝહીર અબ્બાસના મતે બ્રેડમેન કરતાં સચિન વધારે મહાન બેટ્સમેન છે. ઝહીર અબ્બાસ સિત્તેરના દાયકામાં 'એશિયન બ્રેડમન' અને 'રનમશીન' તરીકે જાણીતા હતા. અબ્બાસનું કહેવું છે કે સચિન બ્રેડમેન કરતાં એક કદમ આગળ નીકળી ગયો છે....સચિન છેલ્લાં 21 વર્ષથી રમતના મેદાન પર દ્રઢ છે...સચિને રનનો ઢગલો કરી નાંખ્યો છે...સચિન 'સદીઓની સદી' ફટકારવાની નજીક છે....

સચિનની સરખામણી સતત બ્રેડમેન, લારા, પોન્ટિંગ સાથે થાય છે અને મોટા ભાગના ક્રિકેટરો તથા વિવેચકોનું કહેવું છે કે સચિન સર્વકાલિન મહાન બેટ્સમેન છે. ચોક્કસ, સચિન સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. પણ કોઈ પણ ક્ષેત્રમાં એક વ્યક્તિ જે કામગીરી કે દેખાવ કરે તેવો દેખાવ કે તેવી કામગીરી એ જ ક્ષેત્રમાં બીજી વ્યક્તિએ કરી દેખાડી હોય તેવું મારી જાણમાં નથી. સચિનનો સમય જુદો છે અને બ્રેડમેનનો સમય જુદો હતો...

બ્રેડમેનના સમયમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જ ક્રિકેટ રમતાં હતા અને તે પણ ટેસ્ટ ક્રિકેટ....અત્યારે દુનિયાના 10 દેશ ટેસ્ટ ક્રિકેટ રમવાની માન્યતા ધરાવે છે....બ્રેડમેનનાસમયમાં ક્રિકેટ ફક્ત ક્રિકેટને ખાતર રમવામાં આવતું હતું જ્યારે અત્યારે ક્રિકેટ રમવા પાછળ ક્રિકેટની રમતનો આનંદ લૂંટવા સિવાય અન્ય હેતુઓ પણ છે..બ્રેડમેનના સમયમાં ક્રિકેટ ફક્ત રમત હતી જ્યારે અત્યારે ક્રિકેટ રમત કરતાં વ્યવસાય વધારે છે....સચિન અને બ્રેડમેનની સરખામણી થઈ જ ન થઈ શકે...શા માટે?

અનેક પ્રશ્નો જે નિરુત્તર છે.....જેમ કે, બ્રેડમેનના જમાનામાં સચિન ક્રિકેટ રમતો હોત તો બ્રેડમેન જેટલી સરેરાશ સાથે રન બનાવી શક્યો હોત? તે જ રીતે બ્રેડમેન અત્યારે ક્રિકેટ રમતા હોત તો સચિન જેટલો રનનો ઢગલો ખડકી શક્યાં હોત? સચિનની જેમ સદીસમ્રાટ બની શક્યા હોત? અને સૌથી વધુ મહત્વપૂર્ણ સચિનની જેમ ચાહકોની અપેક્ષાના દબાણ હેઠળ સચિનની જેમ 21 વર્ષ સુધી મેદાન પર દ્રઢ રહી શક્યા હોત?

હકીકતમાં આ બંને મહાન બેટ્સમેન વિશે એટલું જ કહી શકાય કે તેમની બેટિંગ શૈલીમાં સામ્યતા છે અને તેઓ તેમના યુગના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે...

1 comment:

Anonymous said...

કેયુર ભાઈ નવા વર્ષ ના સાલમુબારક, બહુજ ચર્ચાતો ને ક્રિકેટ પ્રમીઓનો મનપસંદ વિષય, આપની એક વાતથી અહ્સમત કે ત્યારે ફક્ત ક્રિકેટ રમવા ખાતર રમાતું હતું , મારા મતે આર્થિક પાસા ને બાદ કરતા ત્યારના ક્રિકેટ માં પણ ખિલાડીઓ દિલો જાન ને પૂરતા જુસ્સા થી રમતા, બોડી લાઈન સીરીઝ તેનું જ્વલંત ઉધાહારણ છે. બાકી સચિન ને બ્રેડમેન ને કેટલા રન કર્યા , કે કેટલી અવેરેજ છે તે બધા મુદ્દા અર્થ હીન છે કેમ કે બંને નો સમય ગાળો જુદો જુદો રહ્યો છે એટલે કયારે પણ તે બેવ ના રન , અવેરેજ વગેરે એકમો થી સરખામણી માં સંતોષ કારક જવાબ ના મળી શકે, હા બંને ખિલાડીઓ ના જુદા જુદા શોટ રમવાની પધ્તી, જુદા જુદા કેટલા પ્રકાર ના શોટ, લાઈન અને લેન્ગ્થ ઓળખવાની ને તેના પ્રમાણે રમવાની રીત, ફૂટવર્ક , સ્પિનર ને ફાસ્ટ બોલર ને રમવાની રીત વગેરે થી સરખામણી કરીને જરૂર તે બેવ ની આંશિક સરખામણી કરી શકાય. ખેર, બંને પોત પોતાના સમય ના રમત ના સમ્રાટ રહ્યા છે તેમાં કોઈ શંકા નથી ! સરસ પોસ્ટ !