Wednesday, November 11, 2009

જય જય ગરવી ગુજરાત..આ આંદોલન પણ ધન્ય છે!

(ફોટો સૌજન્યઃ ગુજરાત સમાચાર)

ખરેખર આ વિરોધ પણ ધન્ય છે! આ આંદોલન પણ ધન્ય છે! ગુજરાતની સાડા પાંચ કરોડ જનતા આ વિરોધને જાણીને અને જોઇને ધન્યતા અને ભવ્યતા સિવાય બીજું શું અનુભવી શકે? છેવટે મોદીજીના ગુજરાતની યુવા પેઢીએ કંઈક કરી તો દેખાડ્યું! યુવા પેઢીનું આ પરાક્રમ પણ વાઇબ્રન્ટ છે. સવારે ઊઠીને છાપું વાંચીએ અને આ પ્રકારના સમાચાર વાંચવા મળે એટલે મોદીજીના સમૃદ્ધ અને વાઇબ્રન્ટ ગુજરાતની પડખું ફેરવતી સંસ્કૃતિના એક વધુ પાસાનું દર્શન થાય. મોદીજી, આપણા ગુજરાતની યુવા પેઢીનું આ પરાક્રમ પણ ધન્ય છે! ધન્ય છે મારી, તમારી અને આપણા બધા ગુજરાતીઓની આંખ, જેને સહજાનંદ કોલેજના યુવા વિદ્યાર્થીઓના આંદોલનના દર્શન કરવાનો મોકો મળ્યો. જય જય ગરવી ગુજરાત...

સામાન્ય રીતે વિદ્યાર્થીઓ આંદોલન શા માટે કરે? તેમને કોઈ અન્યાય થાય અને તેનાથી સમાજ અને દેશને નુકસાન થવાની શક્યતા હોય ત્યારે વિદ્યાર્થીઓ આંદોલનરૂપી હથિયાર ઉગામે છે. યાદ કરો કે, વી પી સિંહે મંડલ પંચનો સ્વીકાર કર્યો ત્યારે દેશભરના વિદ્યાર્થીઓએ કેવું જલદ આંદોલન છેડ્યું હતું. કોઈ પ્રોફેસર ભણાવવામાં ઠાગાઠૈયા કરતો હોય, સંસ્થાનું મેનેજમેન્ટ વિદ્યાર્થીઓનું શોષણ કરતું હોય વગેરે જેવા મુદ્દે વિદ્યાર્થીઓ આંદોલન કરે તે સ્વાભાવિક છે. પણ સંસ્થાનું મેનેજમેન્ટ વિદ્યાર્થીઓને ભણાવવા કોઈ સારો પ્રયાસ કરે ત્યારે કોલેજના વર્ગખંડને બદલે તેની બહાર કોલેજના કમ્પાઉન્ડમાં રખડવા આંદોલન કરે તેવું ક્યાંય જોયું કે સાંભળ્યું છે. પણ જગતના કદાચ આવા અભૂતપૂર્વ અને ઐતિહાસિક આંદોલન કરવાનું શ્રેય ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સ્થિત સહજાનંદ કોમર્સ કોલેજને જાય છે.

ચાલો, પહેલાં તમને સહજાનંદ કોલેજના વિદ્યાર્થીઓને અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિરોધ વિશે જણાવી દઉં. વાત એમ છે કે, યુનિવર્સિટીના નિયમ પ્રમાણે કોલેજમાં અભ્યાસ કરતાં દરેક વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી વર્ગખંડમાં ફરજિયાત છે. તે મુજબ કોલેજના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલે જે વિદ્યાર્થીઓની હાજરી પહેલા સત્રમાં 40 ટકા કરતાં ઓછી હોય તેની સામે કડક પગલાં લેવાનું નક્કી કર્યું. પહેલાં આ પ્રકારના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે કેવા હોય છે તે જાણી લઇએ.

કોલેજનાં વર્ગખંડમાં ઓછી હાજરી ધરાવતાં વિદ્યાર્થીઓની પ્રકૃતિ સામાન્ય રીતે હરાયા ઢોર જેવી હોય છે. હરાયું ઢોર એટલે નધણિયાતું કે રખડું ઢોર અને હરાયા ઢોર જેવો માણસ એટલે અમર્યાદ માણસ. જે કોઈ મર્યાદા જાણતી ન હોય કે જાણી જોઇને પાળતી ન હોય તેવી વ્યક્તિ. આ પ્રકારની મહાન હસ્તીઓ તેમને જન્મ આપીને ધન્ય થઈ ગયેલા માતાપિતાને કોલેજ જવાનું કહીને નીકળે છે, પણ કોલેજમાં આવીને વર્ગખંડમાં જતાં નથી. પણ કોલેજના મેદાનમાં અને તેની આજુબાજુ પોતાના જેવા હરાયા ઢોરનું ટોળું બનાવી વિજાતીય વ્યક્તિઓને આકર્ષવાના જ પ્રયાસમાં લાળપાડુ શ્વાનની જેમ આમતેમ હરતાં-ફરતાં હોય છે.

સહજાનંદ કોલેજના આચાર્યએ આ પ્રકારના મૂર્ખશિરોમણીઓને પહેલાં સત્રની હાજરી બીજા સત્રમાં પૂરી કરવાની સૂચના આપી. તેની બાંહેધરી સ્વરૂપે 500 રૂપિયા ડીપોઝિટ પેટે ભરવાની જાહેરાત કરી હતી. વિદ્યાર્થી બંને સત્રની હાજરી 80 ટકા પૂરી કરે એટલે આ ડીપોઝિટ પાછી. પણ આચાર્યની આ જાહેરાતથી સુખી, સમૃદ્ધિ અને વાઇબ્રન્ટ ગુજરાતની બુદ્ધિશાળી યુવા પેઢી નારાજ છે. તેઓ આચાર્યના આ કદમને વ્યક્તિ અને બૌદ્ધિક સ્વાતંત્ર્ય પર તરાપ સમાન માને છે. તેમનું કહેવું છે કે, તેમણે પરીક્ષા વર્ગખંડમાં હાજર રહીને આપવી કે ગેરહાજર રહીને આપવી તેનો નિર્ણય લેવાનો અધિકાર માત્ર વિદ્યાર્થીઓને છે, નહીં કે સંસ્થાના સંચાલકોને. આ બધા બુદ્ધિધનોએ મંગળવારે કોલેજના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ સામે આંદોલન કર્યું. તેમના આ આંદોલન અને એકતાને જોઇને ઘનશ્યામભાઈ પણ ગદગદ થઈ ગયા અને તેમના આંખમાં પાણી આવી ગયું. તેમના મોંમાંથી એક જ વાક્ય સરકતું હતું-વિદ્યાર્થીમિત્રો, તમારી આ એકતા પણ ધન્ય છે! તમારો આ વિરોધ પણ ધન્ય છે!

ગાંધીજી કહેતા કે, હિંદની સંસ્કૃતિ તો કોઈ નિરાળી ચીજ છે. હવે સહજાનંદ કોલેજના વિદ્યાર્થીઓના અનોખા, વિશિષ્ટ અને ઐતહાસિક વિરોધની મોદીજીને જાણ થશે ત્યારે તેઓ તરત જ કહેશે કે-જુઓ, મોદીના ગુજરાતની સંસ્કૃતિ પણ કંઈ ઓછી નિરોળી નથી, મોદીનું ગુજરાત અભૂતપૂર્વ અને અનન્ય છે. તેઓ આ વિરોધની તસવીરના મોટા મોટા હોર્ડિગો રાજમાર્ગો પર લગાવી શકે છે. આ તસવીર પાસે તેમનો મોટો ફોટો હોય, તેમની આંગળી તે તસવીર તરફ હોય અને મોદીજી કહેતા હોય-ગુજરાતની આ યુવા પેઢી પણ ધન્ય છે, આવો, ગુજરાતની ધરા પર જન્મેલા આવા અનોખા અસહકાર આંદોલનના પ્રણેતાઓને શત્ શત્ વંદન કરીએ. ગુજરાતના આ યુવાનો સમગ્ર દેશના યુવાનોને માર્ગ ચીંધશે. જય જય ગરવી ગુજરાત....

ચલતે-ચલતેઃ સુખ-સમૃદ્ધિ સાથે સંસ્કાર આવે છે તે જરૂરી નથી

6 comments:

Rajni Agravat said...

અચ્છા,તો ગુજરાતમાં થતાં દરેક આડા-અવળા પગલાં માટે મોદીનો જ દોરી-સંચાર હોય છે? ગ્રેટ યાર!

Unknown said...

આ એવી કોલેજ છે જેના વિદ્યાર્થીઓ વર્ષોથી કુખ્યાત છે અને આચાર્ય વર્ષોથી વિખ્યાત છે !

કેયૂર કોટક said...

રજની ભાઈ,

સહજાનંદ કોલેજવાળી પોસ્ટમાં કોલેજની ઘટના માટે નરેન્દ્રભાઈ મોદીને જવાબદાર ઠેરવવાનો બિલકુલ આશય નહોતો. ગેરસમજણ થઈ હોય તો માફ કરજો.

Soham Shah said...

When Gujarat or any Gujarati shows unprecedented progress an success and when Modi is made responsible for it, people like you will go out and will show your disgust that Gujarat is progressing not because of Modi but because of the intelligence and skill of Gujaratis ..

The same bunch of people like you will go out and abuse/defame Modi when something awful or bad happens to Gujarat ..

So I don't understand how Modi is not responsible if Nano and other industries come to Gujarat but Modi is responsible when two children are killed in Asharam's Ashram or when lions die in gir or when rain does not fulfill its quota of the year or even when students of Sahajanand college are doing dharna ..

I dont find any link between the events but it certainly does show your hypocrisy and biased writing ..

Grow up, plzzz .. Don't look everything with a political point of view ..

કેયૂર કોટક said...

આદરણીય સોહમ શાહ,

સહજાનંદ કોલેજમાં જે શરમજનક ઘટના બની તે માટે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવવાનો કોઈ આશય નહોતો. બીજું, તેમાં ગુજરાતને કે ગુજરાતીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાનો કોઈ આશય નથી. આશારામ મુદ્દે ક્યારેય મેં પોસ્ટ લખી નથી, પણ તે બાળકોના પિતાને હજુ સુધી ન્યાય મળ્યો નથી તે હકીકતનો કોણ ઇનકાર કરી શકે? પોલીસ જે રીતે તપાસ કરી રહી છે તે વિશે તમારું શું માનવું છે? રાજ્યના કોઈ નાગરિકને ન્યાય ન મળે તો તેના માટે જવાબદાર કોણ? તમે ચોક્કસ એવું કહી શકો કે તે માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે, આપણી રાજ્ય સરકાર નહીં. તમારી પાસેથી બીજી અપેક્ષા પણ શી રાખવી? મારા પ્રિય નેતા શહીદ ભગતસિંહ છે, સુભાષચંદ્ર બોઝ છે, સરદાર પટેલ છે. આજના છોટે, મોટે અને લોટે સરદાર નહીં. એક જવાબદાર સરકાર કેવી હોય તે માટે ઇતિહાસનો અભ્યાસ કરશો તો ખરેખર આનંદ થશે.

આપનો ઋણી છું....

Soham Shah said...

Everyone likes Sardar Patel, Bhagat Singh and Boseji .. But the fact is that ke they are no more in this world ..

By mentioning Modi's name in this post reflects your intention to make him responsible for this Andolan .. Otherwise how can He even be linked or referred here ?? .. So please don't run away from the truth that you have written .. There is a very thin line between a lie and an excuse of unintended remark..

And if you analyze the istory then I guess he is the best Cm Gujarat has got if you view him as non-partial non-biased gujarati .. But u hv worn Congress-glasses then u cant see it ..

Dont be my Rooni plzz ..