Thursday, March 12, 2009

ઐસા યોગ ન દેખા ભાઈ....


ઐસા યોગ ન દેખા ભાઈ,
ભૂલા ફિરૈ લિયે ગફલાઈ.
મહાદેવ કો પન્થ ચલાવૈ,
ઐસો બડો મહન્ત કહાવૈ.

હાટ બજારે લાવૈ તારી,
કચ્ચા સિદ્ધહિં માયા પ્યારી.
કબ દેવદત્ત મવાસી તોરી,
કબ શુકદેવ તોપકી જોરી.

નારદ કબ બન્દૂક ચલાયા,
વ્યાસદેવ કબ બમ્બ બજાયા.
કરહિં લડાઈ મતિ કે મન્દા,
ઈ અતીત કી તરક્સ બન્દા.

ભયે વિરક્ત લોભ મન ઠાના,
સોના પહિરિ લજાવૈં બાના.
ઘોડા ઘોડી કીન્હ બટોરા,
ગામ પાય જસ ચલૈં કરોરા.

સાખીઃ સુન્દરી નાહીં શોભઈ,
સનકાદિક કે સાથ,
કબહુંક દાગ લગાવઈ,
કારી હાંડી હાથ

બુરી તો છે છતાં સંગત મળી સારી શરાબોને




બુરી તો છે છતાં સંગત મળી સારી શરાબોને,
સુરાલયમાં મેં જાયા છે શ્રીમાનોને, જનાબોને.

ગગનમાં આ જગા ખાલી નથી એમાં લપાયા છે,
ચમકવાની રજા મળતી નથી જે આફતાબોને.

બનાવટ રૂપની પણ રૂપનો આધાર માગે છે,
સુઘડ ને સ્વચ્છ કાગળ જોઈએ નકલી ગુલાબોને.

હસીનોને મેં જાય છે સદા એવી ઉદાસીથી,
રસિક જે રીતથી જોયા કરે મોંઘી કિતાબોને.

બરાબર એની સામે નામ પણ એનું ન લેવાયું,
કર્યા'તા યાદ મેં કંઈ કેટલા સુંદર ખિતાબોને.

'મરીઝ' હું પ્રશ્ન પૂછું તો નિખાલસ દિલથી પૂછું છું,
કે ચૂપ કરવાનો રસ્તો એ જ છે હાજરજવાબોને.