Tuesday, December 2, 2008

પ્રસૂન જોશીની વેદનાઃ ઇસ બાર નહીં


મુંબઈમાં થયેલા આંતકવાદી હુમલામાં લોહીની હોળી જોઇને સમગ્ર દેશવાસીઓનું હ્રદય હચમચી ગયું છે. આતંકવાદીઓના નાપાક ઇરાદાઓને નેસ્તોનાબૂદ કરવા શહીદ થયેલા બેંગ્લોર મૂળના એનએસજી કમાન્ડો સંદીપ ઉન્નિક્રિષ્નનના મૃતદેહની પાસે તેની માતાની વેદના જોઈને કોની આંખમાં આંસૂ નહીં આવ્યા હોય? બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને દેશની સુરક્ષા વ્યવસ્થાની કથળેલી હાલત પર નારાજગી વ્યક્ત કરી તો હી-મેન ધર્મેન્દ્રએ આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને મારી નાંખવાની ઇચ્છા થાય છે તેવું લાલચોળ વિધાન આપીને પોતાનો ગુસ્સો જાહેર કર્યો. આ કટોકટીમાં 'તારે જમીન પર' ફિલ્મમાં હ્રદયસ્પર્શી ગીતો લખનાર કવિ પ્રસૂન જોશીએ પોતાની વેદના કવિતા લખીને વ્યક્ત કરી છે.
જ્યારે આજે બપોરે હું 'નવભારત ટાઇમ્સ'ની વેબસાઇટ પર વિવિધ સમાચારનું વાંચન કરતો હતો ત્યારે આ દર્દસભર કવિતા મારી નજરે પડી હતી। આ કવિતા વારંવાર આતંકવાદી હુમલાનો ભોગ બનેલા સામાન્ય નાગરિકની વેદના અને આક્રોશનો પડઘો પાડે છે.

ઇસ બાર નહીં

ઇસ બાર જબ વહ છોટી સી બચ્ચી
મેરે પાસ અપની ખરોંચ લેકર આયેગી
મૈં ઉસે ફૂ-ફૂ કરકે નહીં બહલાઉંગા
પનપને દૂંગા ઉસ કી ટીસ કો
ઇસ બાર નહીં

ઇસ બાર જબ મૈં ચહેરો પર દર્દ લિખૂંગા
નહીં ગાઉંગા ગીત પીડા ભૂલા દેને વાલે
દર્દ કો રિસને દૂંગા
ઉતરને દૂંગા ગહેરે

ઇસ બાર મૈં ના મરહમ લગાઉંગા
ના હી ઉઠાંઉગા રુઇ કે ફાહે
ઔર ના હી કહુંગા કિ તુમ આંખે બંદ કર લો,
ગર્દન ઉધર કર લો મૈં દવા લગાતા હું
દેખને દૂંગા સબકો
હમ સબકો
ખુલે નંગે ઘાવ
ઇસ બાર નહીં

ઇસ બાર કર્મ કા હવાલા દેકર નહીં ઉઠાઉંગા ઔજાર
નહીં કરુંગા ફિર સે એક નઈ શુરુઆત
નહીં બનૂંગા મિસાલ એક કર્મયોગી કી
નહીં આને દૂંગા જિંદગી કો આસાની સે પટરી પર
ઉતરને દૂંગા ઉસે કિચડ મેં, ટેઢે-મેઢે રાસ્તો પે
નહીં સૂખને દૂંગા દીવારોં પર લગા ખૂન
હલકા નહીં પડને દૂંગા ઉસકા રંગ
ઇસ બાર નહીં બનને દૂંગા ઉસકો ઇતના લાચાર
કી પાન કી પિક ઔર ખૂન કા ફર્ક હી ખતમ હો જાયે
ઇસ બાર નહીં

ઇસ બાર ઘાવોં કો દેખના હૈ
ગૌર સે
થોડે લંબે વક્ત તક
કુછ ફૈસલે
ઔર ઉસકે બાદ હૌસલે
કહીં તો શુરુઆત કરની હી હોગી
ઇસ બાર યહી તય કીયા હૈ

Monday, December 1, 2008

શિવરાજ પાટિલઃ ચકૂર કા રાજા પર ગાંધી-નહેરુ પરિવાર કા સેવક


ભારતના સૌથી જૂનાં રાજકીય પક્ષ કોંગ્રેસમાં અત્યારે તમામ પગલાં ગાંધી-નહેરુ પરિવારના સર્વેસર્વા મેડમ સોનિયા અર્થાત સોનિયા એન્ટોનિયો માઇનો પ્રત્યેની વફાદારીને આધારે જ લેવાય છે. તેનું સૌથી ગંદુ અને તાજું ઉદાહરણ ચીપી ચીપીને બોલતાં અને હિંદી ફિલ્મનો હીરો એક જ ગીતમાં ત્રણથી ચાર વખત વસ્ત્રો બદલે તેમ આતંકવાદી હુમલા વચ્ચે પણ વારંવાર વસ્ત્રો બદલતાં શિવરાજ પાટિલ છે. દેશના કદાચ સૌથી નબળાં ગૃહમંત્રી પુરવાર થયેલા પાટિલ સાહેબની રાજકીય સફર જાણવા જેવી છે. તેના પરથી ગાંધી-નહેરુ પરિવાર પોતાના વફાદારોને કેવી રીતે સાચવે છે તેનો પરિચય મળશે.
શિવરાજ કાકા સૌપ્રથમ વર્ષ 1980માં સાતમી લોકસભામાં ચૂંટાઈ આવ્યાં હતા. તે સમયે જનતા સરકારની આંતરિક ફાટફૂટના કારણે જનતા જનાર્દનમાં 'ઇન્દિરા પાછાં આવે છે'ની લહેર દેશભરમાં ફરી વળી હતી. આ લહેરમાં પાટિલ મહોદયે લોકસભામાં પ્રવેશ કરી લીધો. ઇન્દિરા સરકારમાં તેમને 1980થી 1982 સુધી રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી બનાવવામાં આવ્યાં. તે પછી એક વર્ષ તેમને વાણિજ્ય મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો. આ બંને મંત્રાલયમાં શ્રીમાન પાટિલ બહુ ખાસ ઉકાળી શક્યાં નહીં એટલે તેમને સાયન્સ એન્ડ ટેક્નોલોજી, એટોમિક એનર્જીની જવાબદારી સોંપવામાં આવી. હકીકતમાં તેમને આ જવાબદારી તેમની પૃષ્ઠભૂમિને આધારે સોંપવામાં આવી હતી. તેઓ વિજ્ઞાન શાખામાં સ્નાતકની પદવી મેળવી હતી.
પરંતુ અફસોસ 'ચકૂરના રાજા' (તેમનો જન્મ મહારાષ્ટ્રના લાતૂર જિલ્લાના ચકૂરમાં થયો છે) તે લડાઈ પણ હારી ગયા. તે દરમિયાન ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને ભાવનાત્મક વાતાવરણમાં યોજાયેલી ચૂંટણીમાં તેમના પુત્ર અને ભોળા સજ્જન રાજીવ ગાંધી વડાપ્રધાન થયા. હવે શિવરાજ પાટિલની જવાબદારી તેમના માથે આવી ગઈ. ઇન્દિરાજીના અવસાન પછી શિવરાજ પાટિલે બહુ દોડાદોડી કરી હતી. તેનો બદલો રાજીવ ગાંધીએ આપ્યો, પણ મંત્રીપદ ન આપ્યું. તેમણે શિવરાજને સીએસઆઇઆર (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક અને ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ)ના પ્રમુખ બનાવી દીધા. બોફોર્સ કૌભાંડમાં રાજીવ સરકારનું પતન થયું અને પછી અનામત આંદોલનના જનક સ્વ. વી પી સિંહની સરકાર બની. અગિયાર મહિનાના શાસન પછી સિંહ સરકારનું પતન થયું અને રામમનોહર લોહિયાના પટ્ટશિષ્ય ચંદ્રશેખર અલ્પકાળ માટે વડાપ્રધાન થયા. આ દરમિયાન પાટિલ સાહેબ ગાંધી-નહેરુ પરિવારની સેવા કરતાં રહ્યાં.
મે, 1991માં રાજીવ ગાંધીની હત્યા થઈ અને અગિયારમી લોકસભામાં પી વી નરસિંહરાવની સરકાર બની. મૌનીબાબા તરીકે જાણીતા નરસિંહરાવ બહુ કાબેલ વહીવટકર્તા હતા. તેઓ પાટિલ સાહેબની હોંશિયારીથી સારી રીતે વાકેફ હતા. તેઓ જાણતા હતા કે શિવરાજબાબુ 10, જનપથની સેવા કરવા અને સૂટબૂટમાં રહેવા સિવાય કંઈ કરી શકે તેમ નથી. પણ ગાંધી-નહેરુ પરિવારના વફાદારને સરકારમાં ન લઇને તેઓ સોનિયા ગાંધીને નારાજ કરવા માંગતા નહોતા. એટલે તેમણે વચલો રસ્તો કાઢી પાટિલ સાહેબને લોકસભાના અધ્યક્ષ બનાવી ઇસ્ત્રીટાઇટ કપડાં પહેરીને સાંસદોનો શાંતિ રાખવાની આજીજી કરવાનું કામ સોંપી દીધું. 1991થી 1996 સુધી તેમણે સાંસદોનો ભઇસાબબાપા કર્યાં હતા.
તે પછી કોંગ્રેસની સરકાર છેક વર્ષ 2004માં બની. આ લોકસભાની ચૂંટણીમાં પાટિલ મહોદય હારી ગયા હતા. પણ સોનિયા માઇનોની મહેરબાનીથી તેમને ગૃહ મંત્રાલયની મહત્વપૂર્ણ જવાબદારી મળી. પણ તેના માઠાં ફળ આખા દેશને ચાખવાં પડ્યાં.